નવીન: SBI ક્લાર્કની ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ક્લાર્ક ભરતી 2022 ની સૂચના બહાર પાડી તેમાં ક્લેરિકલ કેડરમાં જુનિયર એસોસિએટની જગ્યાઓ પર 5000 થી વધુ જગ્યાઓ ખાલી હોવાથી તેમાં ભરતી પ્રક્રિયા શરૂ કરવાનું જણાવ્યું છે.
આ પદો માટે અરજી પ્રક્રિયા આજથી કરી શકાશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ https://bank.sbi/careers અથવા https://www.sbi.co.in/careers પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 27 સપ્ટેમ્બર 2022 છે.
SBI દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ, ક્લર્કની પોસ્ટ માટે કુલ 5008 ખાલી જગ્યાઓ ભરવામાં આવી રહી છે. અમદાવાદ, બેંગ્લોર, ભોપાલ, બંગાળ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, દિલ્હી, હૈદરાબાદ, જયપુર, કેરળ, લખનૌ, દિલ્હી, મહારાષ્ટ્ર, મુંબઈ મેટ્રો, મહારાષ્ટ્ર અને નોર્થ ઈસ્ટર્નમાં ક્લાર્કની જગ્યા પર ભરતી કરવામાં આવશે. આમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ જગ્યાઓ ખાલી છે. SBI ક્લાર્ક ભરતી પરીક્ષા 2022 નવેમ્બર મહિનામાં લેવામાં આવે તેવી શક્યતા છે. પરીક્ષા ઓનલાઈન મોડમાં લેવામાં આવશે. ધ્યાનમાં રાખો કે SBI ક્લાર્ક પરીક્ષામાં કોઈ ઇન્ટરવ્યુ રાઉન્ડ નથી.

