બીલીમોરા: ગતરોજ બીલીમોરા દેવધા ડેમમાંથી યુવતીની શંકાસ્પદ હાલતમાં લાશ મળ્યાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા જ પોલીસે યુવતીનો લાશ કબજે લઈને આ હત્યા છે કે આત્મહત્યા.. તેની તપાસ શરુ કરી દીધી છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ દેવધા ડેમમાં આત્મહત્યા અને અકસ્માતના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે ત્યારે આસપાસના માછીમારી કરવા કે ફરવા જતાં ગામના લોકો પાણીમાં લાશ દેખાતા તાત્કાલિક પોલીસને જાણ કરતાં હોય છે ત્યારે પણ આ બનાવ પણ આજ રીતે સામે આવ્યો છે.
આ ઘટનામાં મળેલી લાશ એક પીળા અને બ્લેક કલરનું જીન્સ પહેરેલી યુવતીની છે. આ હત્યા છે કે આત્મહત્યા છે તેની તપાસ હાથ ધરી છે હજુ સુધી પોલીસને કોઈપણ પ્રકારની માહિતી મળી નથી હવે જોવું એ રહ્યું કે બીલીમોરા પોલીસ આ ભેદી રહસ્યમય સંજોગોમાં મળેલી લાશનું સત્ય ક્યારે બહાર આવશે.

