ધરમપુર: ગતરોજ યોજાયેલા દીક્ષાંત સમારોહમાં દિવાળીબેન ટ્રસ્ટ સંચાલિત સ્વાશ્રય કેન્દ્ર ધરમપુરમાં દીક્ષાંત સમારોહમાંનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સીવણ અને પાર્લરના નિ:શુલ્ક વર્ગોમાં તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું.
ટ્રસ્ટમાં સ્વાશ્રય તાલીમ વર્ગનો ઉદ્દેશ્ય એજ છે કે મહિલાઓને નિ:શુલ્ક રોજગાર લક્ષી તાલીમ આપી એમને પગભર બનાવવા સહાયરૂપ થયું. ત્યાર બાદ મહિલાઓ સ્વતંત્ર રીતે રોજગારી ઊભી કરીને એમાં પરિવારની જીવન જરૂરિયાત પૂરી પાડે છે.
આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી મનહરભાઈ, ધરમપુર આદિજાતી મોરચા મહામંત્રી સુરેન્દ્રભાઈ બિલપુડી ગામના સરપંચશ્રી ઉમેદભાઈ વાંકલ ગામના ઉપસરપંચ શ્રી ચેતનભાઈ, તથા ટ્રસ્ટના સંયોજકશ્રી વિમલભાઈ, ભુપેન્દ્રભાઈ, યોગેશભાઈ અને સીવણ શીખવનાર એવા ઉર્વશીબેન પાર્લર શીખવનાર પ્રીતિબેન અને અલગ અલગ ગામમાંથી આવતી તાલીમાર્થી બહેનો હાજર રહ્યા હતા.

