નેત્રંગ: ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશ્યિલ સાયન્સ અને પ્રયાસ ફિલ્ડ એકશન પ્રોજેક્ટ ભરૂચ દ્રારા બાલહંસ કૉલેજ સેમીનાર યોજાયો હતો. જેમાં આ કાર્યક્રમમાં ગ્રામ નિર્માણ કેણવણી મંડળ થવા સંસ્થાના સ્થાપક શ્રી માનસિંહ મંગરોલા ઉપસ્થિતિ રહ્યા હતા.

Decision Newsને મળેલી માહિતી મુજબ બાલહંસ કૉલેજ ઓફ સોશ્યિલ વર્ક થવાના આચાર્ય અને પ્રધ્યાપક અને પ્રયાસ ફિલ્ડ પ્રોજેક્ટ ટિમ વતી શ્રીમતી ક્રુપા શાહ ફિલ્ડ કો-ઓર્ડિનેટર પુજા દવે સિનિયર સોશ્યિલ વર્કર, આશિષ બારોટ સોશ્યલ વર્કર, અનિલ વસાવા પ્રયાસ યુનિટ કો-ઓર્ડિનેટર, અને નીતા ગજ્જર સિનિયર સોશ્યિલ વર્કર અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

આ કાર્યક્રમમાં પ્રયાસ ટિમ તરફ થી સોશ્યલ વર્કના વિદ્યાર્થીઓને જેલના કેદીઓને લીગલ કાર્યવાહી કેવી રીતે કરવી, તેમને જેલમાંથી છુટિયા પછી સામાજિક જીવનમાં ફરી પુનઃ સ્થપાન કેવી રીતે કરવું તથા વિધાર્થી ઓને સોશ્યિલ વર્કર તરીખે કેદીઓને જેલમાં જેલવાસ પછી કેવી રીતે સામાજિક મદદ કરી શકાય તેની સમજ આપી હતી. પ્રયાસ ફિલ્ડ એકશન પોજેકટ અને ટી. આઈ.એસ.એસ. મહારાષ્ટ્ર અને ગુજરાતની આઠ (8) જેલોમાં કામ કરે છે જેમાં ગુજરાતમાં ભરૂચ અને નર્મદા જિલ્લામાં કાર્યરત છે