ચીખલી: અનંત પટેલના કહેવા મુજબ દુનિયામાં પ્રથમ વખત આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે દુનિયા માટે ઉલટું પણ આદિવાસી સમાજ માટે સુલટુ Decision News મેગેઝિનની થઇ શરૂવાત ગતરોજ ચીખલીના સુરખાઇ ખાતે સમાજભવન પર ગુજરાતના જાણીતા પત્રકાર, રાજકીય વિશ્લેષક અને આદિવાસી સમાજના પ્રશ્નોને હંમેશા પ્રાધાન્ય આપનારા ડો. હરી ભાઈ દેસાઈ દ્વારા ઓનલાઈન શુભારંભ કરવામાં આવ્યું હતો.

Decision News મેગેઝીનના ઉદ્ઘાટક ડો. હરિભાઈ દેસાઈએ આ આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે શરુ થયેલી આ પહેલી મેગેઝીનની પહેલને પ્રોત્સાહન આપ્યું અને ખુબ જ પ્રગતી કરોના Decision Newsની ટીમને શુભેચ્છા પાઠવી હતી. આદિલોકના તંત્રી ડો. આનંદ વસાવાએ આદિવાસી સમાજમાં થયેલા Decision News મેગેઝીનના પ્રયાસને સમાજના ઉત્થાનમાં અમુલ્ય ભાગ ગણાવ્યો અને શુભેચ્છા પાઠવી. લોકનેતા અનંત પટેલ દ્વારા Decision Newsને સંઘર્ષની વાતો કરી સમાજમાં એણે અદા કરેલી ભૂમિકા અને દુનિયા માટે ઉલટું પણ આદિવાસી સમાજ માટે સુલટુ Decision News મેગેઝિનની થઇ શરૂવાતને સમાજનું બહેતરીનું બિરુદ આપ્યું. સમસ્ત આદિવાસી સમાજના ગુજરાત રાજ્યના પ્રમુખ ડો. પ્રદિપભાઈ ગરાસિયા દ્વારા સમાજ ઉત્થાનના કાર્યને શુભેચ્છા પાઠવી અને Decision Newsને સાથ સહકાર આપવાનું વચન આપ્યું. ડૉ. નીરવ પટેલે જણાવ્યું કે આ પહેલ આદિવાસી યુવાઓને પોતાનો અવાજ બુલંદ અને સત્યને ઉજાગર કરવાનું એ સ્ટેજ બનશે અને હું આખી ટીમને શુભેચ્છા પાઠવું છું. પંકજ પટેલ દ્વારા હંમેશા Decision Newsને પરિવાર સાથે રહેવાની ખાતરી આપી આમ આદિવાસી સમાજના ઉત્થાન સાથે સંકળાયેલા તમામ આગેવાનોએ Decision News મેગેઝિનની આ પહેલ ખુબ શુભેચ્છા પાઠવી હતી.

આ કાર્યક્રમમાં ડો. હરી ભાઈ દેસાઈ આનંદ વસાવા, લોકનેતા અનંત પટેલ, જાણીતા સમાજ સેવક નિલમ પટેલ, ડો. અને અને સમાજસેવક નીરવ પટેલ, ગુજરાત BTTSના પ્રદેશ પ્રમુખ પંકજ પટેલ, સમસ્ત આદિવાસી સમાજના ગુજરાત રાજ્યના પ્રમુખ પ્રદીપભાઈ પટેલ, સમસ્ત આદિવાસી સમાજ વલસાડના પ્રમુખ કમલેશભાઈ પટેલ, વલસાડના જાણીતા વકીલ હાર્દિકભાઈ પટેલ, સાદડવેલના સરપંચ પંકજભાઈ પટેલ આદિવાસી સમાજના વડીલ બાબુકાકા, ડો. વિશાલ પટેલ, રૂઢી ગ્રામ પંચાયતના પ્રમુખ રમેશ ભાઈ પટેલ, આદિવાસી બેંકના ચેરપર્સન કમલેશભાઈ પટેલ, સમાજસેવક બબલભાઈ, જયેન્દ્ર ગાવિત, અને નામી અનામી મોટા પ્રમાણ આદિવાસી આગેવાનો પત્રકારો અને સમાજના હિતેચ્છુઓ ઉપસ્થિત હતા.

Decision News આ મેગેઝિન શુભારંભ કાર્યક્રમમાં હાજર તમામા મહાનુભાવો, મહેમાનો, આદિવાસી આગેવાનો અને સમાજ હિતેચ્છુઓનો આભાર મને છે અને હંમેશા Decision News પરિવાર સાથે જોડવા અને સાથ સહકારની અભ્યર્થના કરે છે.