ખેરગામ: નવસારીના ખેરગામ તાલુકામાં 15 મી ઓગષ્ટના રોજ જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરીને લોકોએ ઉજવણી કરી હતી ત્યારે ખેરગામના જામનપાડા ગામે સુગ્નેશ વાઢુંની આગેવાનીમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

Decision Newsને મળેલી માહિતી મુજબ તિરંગા યાત્રામાં ગામના પ્રથમ નાગરિક કોકિલાં બેન કરસન ભાઈ પટેલ. ડેપ્યુટી સરપંચશ્રી હરીશ ભાઈ ભેંસરા, અનિલ પટેલ ગૌળા અને ખાસ પંકજભાઈ પટેલ BTP ખેરગામ તાલુકા પ્રમુખ, રાજુભાઈ ભગેરીયા હાજર રહ્યા હતાં. જેનાથી યુવાનોમાં વરસતાં વરસાદમાં પણ ઉત્સાહ જોઅવા મળ્યો હતો

આ તિરંગા યાત્રા દ્વારા યુવાનોએ ખેરગામ વિસ્તારના લોકોને સમાજમાં એકત્વની ભાવના જગાવવાનો સંદેશો પાઠવ્યો હતો રેલીમાં ખુબ મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતાં.