કવાંટ: ગતરોજ કવાંટ તાલુકાના પાનવડ ગામ પાસે સનરાઈઝ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના બાળકોને કવાંટ થી છોઉદેપુર જતા સરકારી બસ સાથે અકસ્માત થયો જેમાં રાહતની વાત એ બની કે કોઈ બાળકની જાન હાની થઇ નથી.

Decision Newsને મળેલી માહિતી મુજબ કવાટ થી છોટાઉદેપુર સનરાઇઝ ઈગ્લિસ મિડિયમ સ્કૂલમાં બાળકોને શાળાની બસ લઈ જતી હતી પાનવડ ગામ પાસે સરકારી બસ અને શાળાની સ્કૂલ બસ વચ્ચે અકસ્માત સર્જાતાં સરકારી બસનો ચાલક ફરાર થઈ ગયો હતો જ્યારે શાળાની બસના ચાલક સ્ટેરીંગને દબાઈ જતા તેઓને લોકો દ્વારા બહાર કાઢ્યા હતા અને છોટાઉદેપુર ખાતે રીફર કર્યા હતા. જ્યારે શાળાના બાળકોને નહિવત ઇજા થઇ હતી.

આ બનાવની જાણ થતાં આજુબાજુના રહેવાસીઓ તેમજ બાળકોના વાલીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને બાળકોને બચાવવા તમામ પ્રયાસો હાથ ધરી દીધા હતા.