વલસાડ: ગતરોજ ઇન્ડિયન મેડિકલ એસોસિએસન દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી એક શામ દેશ કે નામ કાર્યક્રમ અંતર્ગત અનેક વીરશહીદોની શહાદતને પગલે મળેલી આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી સમગ્ર દેશ જયારે દેશભક્તિના રંગમાં રંગાયો છે ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએસન,વલસાડ દ્વારા એક સુંદર માતૃભૂમિ વંદના કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં વલસાડના અનેક ખ્યાતનામ તબિબોએ ભારે ઉત્સાહથી ભાગ લીધો હતો.

Decision Newsને મળેલી માહિતી મુજબ કાર્યક્રમમાં દેશભક્તિ ગીત, વાંસળીવાદન,નૃત્ય, માઇમ સહિતની અનેક કૃતિઓ રજુ થઇ. આ પ્રસંગે મીડિયા સાથે વાતચિત્ત કરતા આઈએમએ, વલસાડના પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું કે અનેક સપૂતોએ લાંબા સંઘર્ષ પછી આપણી મહામૂલી આઝાદી મેળવી છે. આપણો મહાન દેશ આપણી આન-બાન-શાન છે. આખો દેશ જયારે ભેગો મળીને આઝાદીનો મહામૂલો ઉત્સવ ઉજવી રહ્યો છે ત્યારે અમે ડોક્ટરો શું કામ બાકી રહી જઈએ ? આ એક અદ્ભૂત કાર્યક્રમ હતો જે અમે મન મૂકીને માણ્યો.

કાર્યક્રમનું સફળ સંચાલન સેક્રેટરી ડો.નિશિથ અને ડો. અજય પરમાર, ડો. શૈલજા મહસ્કર,ડો. પીનેશ મોદી,ડો સંજીવ દેસાઈ, ડો. વિરાગ દમણીયા અને એમ. આર એસોસીએસનના પ્રજ્ઞેશ પાંડે અને એમની ટીમ દ્વારા અથાગ મહેનત કરી હતી. કાર્યક્રમને અંતે બધાને ભાગ લેવાવાળા દરેક સ્પર્ધકોને ભેંટ આપી સન્માનિત કરવામાં આવ્યા.