વાંસદા: નવસારીના વાંસદા તાલુકામાં છેલ્લા સાત થી આઠ વર્ષ જુનો ટાવર શોભાના ગાંઠીયા સમાન ઉભો કરી દેવામાં આવ્યો છે છતાં હજુ સુધી આ ટાવર ચાલુ કરવામાં આવ્યો નથી. લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે શું આ ટાવરનું ઉદ્ઘાટન થશે કે આમ જ સડી જશે.
Decision Newsને મળેલી માહિતી મુજબ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના બોર્ડર વિસ્તારના માનકુનિયા ગામમાં છેલ્લા સાત થી આઠ વર્ષ જુનો ટાવર શોભાના ગાંઠીયા સમાન હોવાની વાતો સામે આવી છે ગામના અને આસપાસના લોકો કહ્યું રહ્યા છે કે ક્યાં તો ટાવર ચાલુ કરો અથવા ખોલીને લઈ જાવો.. આમ ઉભો કરી રાખવાનો કોઈ મતલબ નથી. તમે મોબાઈલ ટાવર પાસે ઉભા રહો તો ‘મને ચાલુ કરો ક્યા તો ખોલીને લઇ જાવ ભાઈ છેલ્લા 8 વર્ષથી ઉભા- ઉભા કંટાળ્યો છું’ આ ટાવરની વેદના સંભાળશે જરૂર..
વાંસદાના માનકુનિયા ગામના સોશ્યલ વર્કર વિજયભાઈ ભોયા જણાવે છે કે આદિવાસી વિસ્તારોમાં ઘણી કંપનીઓ પોતાના અધૂરા કામ છોડી જતી રહે છે એમનું આ મોબાઈલ ટાવર પણ એક છે. પોતાની ખોટી નામના ખાટવા આ પ્રકારના ટાવરો ગામે ગામ ઉભા કરી દેવામાં આવતાં હોય છે અને પબ્લિકને ઉલ્લુ બનાવવાનું કામ કરવામાં આવે છે. મારે એ જ કહેવું છે કે જો આ મોબાઈલ ટાવર ચાલુ ન કરવાના હોય તો ખોલીને કંપનીને લઇ જવા માટે વિનંતી છે. લોકોને ખોટી આશ પેદા કરાવવાની કોઈ જરૂર નથી.

