ચીખલી: ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી ની હવે ત્રણ મહીંના જેટલો સમય બાકી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ અને ગુજરાતમાં પ્રથમ વખત ચુંટણી લડી રહેલા આમ આદમી પાર્ટી પણ જોરશોરથી પોતાનો પાર્ટી પ્રચાર શરુ કરી દીધો છે ત્યારે ગતરોજ આમ આદમી પાર્ટીની ઓટલા બેઠક ચીખલી તાલુકાના માંડવખડક ગામમાં યોજાઈ હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ અગામી આવી રહેલ ચૂટણીમાં કેવી રીતે વિજયી બની શકાય એની રણનીતિ આ બેઠકોમાં ચર્ચવામાં આવી રહી છે દરેક કાર્યકર્તાઓને કેવી રીતે આમ આદમી પાર્ટીના એજન્ડા લોકો સામે રાખવા તેની સમજ આપવામાં આવી હતી. ભાજપ અને કોંગ્રેસના ભ્રામક પ્રચાર થી લોકોને બચાવી પોતાના પક્ષ તરફ લોકોને વાળવાની  વ્યૂહરચના પણ આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ કાર્યકરોને જણાવી હતી.

ચીખલીના માંડવખડક ગામમાં આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના વાંસદાના ડો. અવિનાશ પટેલ, ખેરગામ દિનેશભાઈ પટેલ, ચીખલીના જીતેન્દ્રભાઈ પટેલ અને સાથે અન્ય મહાનુભાવોએ કાર્યકર્તાઓને પાર્ટીને વિધાનસભામાં વિજય બનાવવા માટેની કામગીરી વિષે માહિતી આપી હતી