છોટાઉદેપુર: ગતરોજ છોટાઉદેપુરના રંગપુર સ ખાતે યોજાયેલા તાલુકા કક્ષાના વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કાર્યક્રમ પૂર્વે એક મેરેથોન દોડ ફેરકુવા થી રંગપુર સ સુધી રાખવામાં આવી હતી જેમાં ૩૦૦ થી વધુ યુવાનો ભાગ લીધો હતો જેમાં એક થી ત્રણ નંબર પર આવેલ વિજેતા ઓને રોકડ ઈનામ તથા ૪ થી ૧૦ નંબર પર આવેલ વિજેતા ઓને ટી- શર્ટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

રંગપુર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આસપાસના ગામોમાં થી ખુબ મોટી સંખ્યામાં લોકો પોતાના પારંપરિક વેશભૂષા સજ્જ થઈ ને પોતાના આદિવાસી વાજિંત્રો જેવા કે મોટલા ઢોલ, પીહા, વાંસળી, ખળખશ્યા, નાં તાલે તાલબદ્ધ રીતે રેલી માં નાચતા જોવા મળ્યા હતા.

છોટાઉદેપુર જિલ્લાના રંગપુર સ ખાતે યોજાયેલા તાલુકા કક્ષાના વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કાર્યક્રમ માં રાજ્ય સભાના સાંસદ નારણભાઇ રાઠવા, ગુજરાત આપ ઉપાધ્યક્ષ અર્જુનભાઇ, ગુજરાત શિક્ષક સંઘના ઉપપ્રમુખ માધુભાઈ રાઠવા, ચિસાડીયા જિલ્લા પંચાયત સદસ્ય ગુમાનભાઇ રાઠવા, તથા જય જવાન સૈનિક ફાઉન્ડેશન છોટાઉદેપુરના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા, સામાજિક કાર્યકર સંદીપભાઈ રાઠવા સહિત મોટી સંખ્યામાં ફૌજી જવાનો, આ વિસ્તારના ઉમેશભાઈ રાઠવા, રાજદીપ રાઠવા,વિનુભાઈ રાઠવા, નારસિગભાઈ રાઠવા, સહિતના સરપંચો તથા તાલુકા પંચાયત સદસ્ય જયદીપ રાઠવા સહિત તમામ પટેલ- પૂજારા ગામ બડવા તેમજ આ વિસ્તારના વિનોદ ભાઈ રાઠવા, દિનેશભાઇ રાઠવા, ડો.જયેશભાઈ રાઠવા,વિપીનભાઇ રાઠવા, જીતેન્દ્રભાઇ રાઠવા, સહિતના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત તમામ વક્તા ઓ કાર્યક્રમ અનૂરુપ વક્તવ્ય આપ્યું હતું, જેમાં છોટાઉદેપુરથી ઉપસ્થિત રહેલ વાલસિંહ ભાઈ રાઠવા દ્વારા આદિવાસી દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે તે માટે ની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી તે ઉપરાંત દર વર્ષે ૧૩/૧૪/૧૫ જાન્યુઆરી એ યોજાતા આદિવાસી એકતા પરિષદના સાંસ્કૃતિક એકતા મહાસંમેલન જે છોટાઉદેપુર જિલ્લામાં યોજાનાર જે જાન્યુઆરી -૨૦૨૩ માં છોટાઉદેપુર જિલ્લામાં યોજાનાર છે જેના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેન્દ્રભાઇ રાઠવા પોટીયા વાળાએ કર્યું હતું.