દક્ષિણ ગુજરાત: હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે જેને લઈને લોકોને પૂર્વ સાવચેતી રાખવાનું જણાવવામાં આવ્યું છે.
હવામાન વિભાગ દ્વારા બુધવારે વલસાડ- ગુરુવારે ડાંગ-નવસારી-વલસાડ-, શુક્રવારે ડાંગ- નવસારી- વલસાડ-અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ વિસ્તાર જ્યાં ભારેથી અતિભારે ભારે વરસાદ પડી શકે છે.
આગાહી મુજબ મંગળવારથી ગુરુવાર સુધી મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. શુક્રવારથી વરસાદના જોરમાં સાધારણ ઘટાડો જોવા મળી શકે છે. ગુજરાતમાં હજુ સુધી સીઝનનો ૭૬ ટકા વરસાદ નોંધાયો હોવાનું જણાવા મળ્યું છે.











