દાનહ: આપણા દેશ અને પ્રદેશનું ભવિષ્ય એટલે કે શાળામાં ભણતા વિદ્યાર્થીઓ બીડી, સિગારેટ, ગુટકા કે જેવી વસ્તુઓથી દૂર રહે એ માટે તમાકુ ફ્રી સ્કૂલ અભિયાન દાદરા નગર હવેલીના રાખોલીના હાઈસ્કૂલમાં હાથ ધરવામાં આવ્યું હતું
Decision Newsને મળેલી માહિતી મુજબ શાળા સંચાલન કરતા મુખ્ય શિક્ષક, આચાર્ય કે જવાબદાર વ્યક્તિને સ્કૂલનાં 100 મીટર આસપાસ કોઈ દુકાનદાર કે ફેરિયાઓ તમાકુ વાળી ચીજો વેચતાની જાણકારી મળે તો એમને નોટીસ ફટકારી શકે અને એ વેચનાર વ્યક્તિ પર કાનૂન કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી માંગણી કરી હતી જેથી બાળકોની તંદુરસ્તી સાથે ચેંડા નહિ થાય.
આ ઉપરાંત પણ બીજા કેટલાંક નિયમોનાં પાલન કરવાની સત્તાઓ શિક્ષકોને સોપવામાં આવી છે. હાલ દાનહની વિભિન્ન શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવા આવી રહ્યું છે.જે નો ખુબ જ પ્રતિસાદ મળી રહ્યો છે.