ડાંગ: ગતરોજ ડાંગના BTTS ડાંગના પ્રમુખ અને એમની ટીમના યુવાનો દ્વારા ગુજરાતમાં દારૂબંધીના કડક અમલવારી કરાવવા અથવા દારૂની છૂટછાટ આપવા બાબતને લઈને મામલતદાર મારફતે મહામહિમ, રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
આવેદનપત્રમાં નોંધ્યા અનુસાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી નું નિધન 1948 માં થયું અને ગુજરાતમાં દારૂબંધી 1960માં લાગુ કરવામાં આવી જેને આજે ૬૧ વર્ષનો સમય થયો પરંતુ ગુજરાતમાં એકપણ એવુ કોઈ ગામ કે શહેર નથી કે જ્યા દારૂનો વેપાર થતો ન હોય અને ખુલ્લેઆમ દારૂ ન પીવાતો હોય. આ કૃત્રિમ દારૂ બંધી એ ભ્રષ્ટાચાર અને બુટલેગરો, ગુંડાઓનો અંડિગો બની ગયો છે રોજ કરોડો રૂપિયાનો દારૂ વેચાય છે અને પીવાય છે માત્ર નામની જ દારૂબંધી છે
બોટાદ-અમદાવાદમાં થયેલ લઠ્ઠાકાંડ એ પહેલીવાર નથી બન્યું. આ પહેલા પણ અનેક લોકોએ આ કેમીકલ વાળો ઝેરી દારૂ પીને મરી ગયા છે વાઇબ્રન્ટ ગુજરાતના નામે કરોડોનો ખર્ચો કરીને ગુજરાતને વાઇબ્રન્ટ મોડ પર મુકનારી ગુજરાતની આ સરકારે આજની લઠ્ઠાકાંડની ઘટના પરથી સરકારે બોધપાઠ લેવો જોઈએ કે દારૂબંધી અને નશો શું ચીજ છે આ ગેર-કાયદેસરની કમાણી ની અંદર સરકારનું વહીવટી તંત્ર તથા પોતાની પાર્ટીના પણ લોકો સામેલ હોય પોતાના ટૂંકા ગાળાના અંગત સ્વાર્થ ને કારણે સરકાર આંખ આડા કાન કરી રહી છે અને સરકારની ગુજરાતમાં દારૂબંધીની એવી નિતિને કારણે કેમીકલ વાળો હલકી ગુણવત્તાનો દારૂ પીને લોકો મરી જાય છે લાખો બહેનો વિધવા બને છે બાળકો અનાથ બને છે લઠ્ઠાકાંડએ રોજની ઘટના છે
અમે સરકારને કહેવા માંગીયે છીએ કે સરકાર દ્વારા દારૂબંધીની કડક અમલવારી ન થઈ શકે તો ગાંધી-સરદાર ના નામે બહુ થયું હવે દારૂબંધીનો પુનઃવિચાર કરવામાં આવે મુંબઈ, દિલ્હી, બેંગ્લોર જેવી મેગા સિટીઓમાં દારૂબંધી ન હોવા છતા ત્યાનો મૃત્યુઆંક ખૂબ ઓછો છે. રાજ્યના લોકોને દમણ ,સેલવાસ, આબુ, ઉદયપુર ગોવા, મુંબઈ કે મહારાષ્ટ્ર ન જવુ પડે અને પોતાના વિસ્તારમાં જ મહુડાના ફૂલમાંથી તાડ ના ઝાડની તાડી સસ્તા અને સારો તથા ઓછા મધોર્ક વાળો દારૂ મળી રહે તે માટે છૂટ આપી દેવી જોઈએ જેથી લઠ્ઠાકાંડ જેવી રોજબરોજની ઘટના ટાળી શકાય.











