ડાંગ: જેનું કોઈ નથી એનો ભગવાન હોય છે અને એમાં પણ જ્યારે માં- બાપની છત્રછાયા ગુમાવી ચુકેલા નાના ભુલકાંની મદદ કરવાની વાત હોય તો લોકમંગલમ ક્યારેય પાછુ ન પડે એ નક્કી છે’ ડાંગમાં આવેલ સરસ્વતી વિદ્યામંદિર ધૂળચોંઢમાં ભણતાં અનાથ બાળકો પોતાના ભવિષ્ય ઘડતર કરવા ખુબ જ સંઘર્ષ કરી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે.
Decision News સાથે વાત કરતાં તુષાર કામડી જણાવે છે કે સરસ્વતી વિદ્યામંદિર ધૂળચોંઢના સંચાલક મહેન્દ્રભાઈ છે. જેઓએ પોતાના સાહસ થકી ડાંગનાં અનાથ બાળકો અને સિંગલ પેરેન્ટ્સ બાળકો માટે શાળા ખોલી છે. સખત વરસાદના કારણે આ શાળાના બાળકો 10 દિવસ લાઈટ વિના અને ભીના ઓરડામાં સુતા હતા. એમના સંચાલક મહેન્દ્રભાઈ પોતે નીચે સુઈ બાળકોને વિશેષ વ્યવસ્થા કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે લોક મંગલમ ટ્રસ્ટ ખોબાના સહયોગથી એમને બે તાડપત્રી પહોંચાડવામાં આવી હતી. કર્મ ફાઉન્ડેશન સુરત તેમજ હ્યુમન અલાયન્સ ટ્રસ્ટ વ્યારાના મિત્રો થકી જે મદદ મળી હતી તેમાંથી અનાજની કીટ આ અનાથ બાળકોને આપવામાં આવી હતી. એટલી માત્રામાં કીટ પૂરી પાડવામાં ખુબજ મદદ રૂપ થનાર પ્રતિકભાઈ ચૌધરી (બુહારી)નો અને તમામ ટ્રસ્ટનો સરસ્વતી વિદ્યામંદિરના બાળકોએ આભાર માન્યો છે.