વલસાડ: હાલમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં પોલીસ દરોડા પાડી રહી છે. ત્યારે વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉ.રાજદીપસિંહ ઝાલાને દારૂ અંગેની બાતમી મળી હતી. અતુલમાં દારૂની મહેફિલ ઉપર પોલીસે દરોડા પાડ્યા છે. જેમાં એક PSI સહિત ત્રણ પોલીસકર્મીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. આશરે 20 થી વધુ લોકોની પોલીસે ધરપકડ કરી છે.
જુઓ વિડીયો..
નોંધનીય છે કે, એકતરફ લઠ્ઠાકાંડને લઇને સમગ્ર ગુજરાત હચમચી ઉઠ્યું છે. ગુજરાતમાં બરવાળા લઠ્ઠાકાંડમાં સતત મોતના આંકડા પણ વધી રહ્યાં છે. ત્યારે આ મામલે રાજ્ય સરકાર તરફથી એક્શન લેવાના આદેશ અપાયા છે. જેના લીધે ગુજરાત પોલીસ હરકતમાં આવી જતા સમગ્ર રાજ્યમાં ઠેર-ઠેર દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ રેડ પાડી રહી છે. ખુદ SP એ ઘટનાસ્થળે પહોંચીને રેડ પાડી હતી. વલસાડના અતુલમાં વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉ.રાજદીપસિંહ ઝાલાને દારૂ અંગેની બાતમી મળી હતી. જેના આધારે ખુદ SPએ ઘટનાસ્થળે પહોંચીને રેડ પાડી હતી. આ રેડ દરમ્યાન એક PSI સહિત ત્રણ પોલીસકર્મીઓ દારૂની મહેફિલ માણતા જોવા મળ્યા જેના લીધે ખુદ SP પણ ચોંકી ઉઠ્યા. આથી SP એ તુરંત ઘટનાસ્થળે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને તૈનાત કરી દીધા હતા. બાદમાં જે કાયદેસરની કાર્યવાહી હોય તે શરૂ કરી હતી.
વલસાડના અતુલ ખાતે આવેલા એક બાંગ્લામાં બર્થ ડે પાર્ટીમાં દારૂની મહેફિલમાં વલસાડ પોલીસ અધિકારી ડો. રાજદીપસિંહ ઝાલા,LCB અને અન્ય પોલીસ જવાનો સાથે હાઉસ રેડ કરીને ચેક કરતા અતુલના મુકુંદ ફસ્ટ ગેટ ખાતે રહેતા સન્ની બાવીસકરના જન્મ દિવસની પાર્ટી ચાલી રહી હતી. વલસાડ SPએ ચેક કરતા નાનાપોઢાના PSI અને 3 કોસ્ટબલ સહિત 20 ઇસમોને દારૂની મહેફિલ માણતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા વલસાડ SPએ દારૂનો જથ્થો 26 મોબાઈલ, 5 કાર અને 7 બાઈક મળી કુલ 26 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે











