ઉમરપાડા: ગતરોજ ઉમરપાડા તાલુકાની ગ્રામ પંચાયતની ઉમરપાડા તાલુકાની શ્રેષ્ઠ શાળામાં પ્રથમ હરોળમાં શાળા,વેંજાલીમા બાળકો, શિક્ષકો અને શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો સૌના સહયોગથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
જુઓ વિડીયો..
Decision Newsને મળેલી માહિતી મુજબ કાર્યક્રમમાં સૌ પ્રથમ વૃક્ષો વિશે સમજુતી અને મહત્વ સમજાવ્યું, ત્યારબાદ દરેક બાળકને વ્યક્તિગત વૃક્ષના રોપા આપવામાં આવ્યા.શાળા પરિવાર સંકલ્પ ” એક બાળ ,એક વૃક્ષ ” અભિયાન. દરેક બાળકને પોતાના ઘરે જઇ આ વૃક્ષ રોપીને માવજત કરીને જતન કરવાની જવાબદારી સોંપવામાં આવી અને ફળાઉ વૃક્ષો શાળાના શિક્ષકો,એસ.એમ.સી ના સભ્યો તેમજ આંગણવાડીના વર્કર બહેનો અને શાળાના ધો.૧ થી ૫ ના બાળકોએ ખાડા ખોદીને રોપણી કરવામાં આવી સાથે આજે દેશના પ્રથમ એવા આદિવાસી રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુના સન્માનમાં આ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.
શાળાના સૌએ ઉત્સાહ પુર્વક કાર્યક્રમમાં ભાગ લીધો. સુચારુ આયોજન શાળાના આચાર્યશ્રી નીતાબેન વસાવા અને જીતેન્દ્ર ચૌધરીએ કાર્યક્રમને સફળ બનાવ્યો.

