18 જુલાઈ એટલે કે આજથી GST કાઉન્સિલ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોનો અમલીકરણ શરુ થઇ રહ્યું છે ત્યારે આજથી ઘંઉના લોટ, પનીર અને દંહી જેવા પ્રિ પેક્ડ અને લેબલવાળી ખાદ્ય વસ્તુઓ પર પાંચ ટકા GST ચૂકવવો પડશે. આ ઉપરાંત પાંચ હજાર રૃપિયાથી વધુ દૈનિક ભાડું ધરાવતા હોસ્પિટલના રૃમ માટે પણ પાંચ ટકા GST લાગુ થયો છે.
આ ઉપરાંત આજથી દૈનિક ૧૦૦૦ રૃપિયા સુધીનું ભાડું ધરાવતા હોટેલના રૃમ, એટલાસ, પ્રિન્ટિંગ, રાઇટિંગ અને ડ્રોઇંગ ઇંક, કટિંગ બ્લેડ વાળી છરી, પેપર થલિ, પન્સિલ શાર્પનર, એલઇડી લેમ્પ, ડ્રોઇંગ અને માર્કિંગ ઇન્સ્ટ્રુમેન્ટ પરનો GST વધીને ૧૮ ટકા થઇ જશે. જે અત્યાર સુધી ૧૨ ટકા હતો.
સોલર વોટર હીટર પરનો GST પણ પાંચ ટકાથી વધીને ૧૨ ટકા થઇ જશે. રોડ, બ્રિજ, રેલવે, મેટ્રોના વર્ક કોન્ટ્રાક્ટ જેવી સેવાઓનો પરનો GST ૧૨ ટકાથી વધીને ૧૮ ટકા થઇ જશે આ સિવાય RBI, ઇરડા અને સેબી જેવા રેગ્યુલેટર દ્વારા આપવામાં આવતી સેવાઓ પર ૧૮ ટકા GST વસૂલ કરવામાં આવે છે. અને નકશા, ચાર્ટ પર ૧૨ ટકા GST અને બેંક દ્વારા ચેકબુક ઇશ્યુ કરવા પર ૧૮ ટકા GST વસૂલાશે

