અમદાવાદ: ગુજરાતમાં વિકાસના દાવાઓ વચ્ચે કેન્દ્ર સરકારના એક સત્તાવાર અહેવાલે ગરીબ અને મધ્યમ વર્ગની આર્થિક સ્થિતિ અંગે ચોંકાવનારી વિગતો સામે લાવી છે. સરકારી આંકડાઓ મુજબ, ‘પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના’ અંતર્ગત મફત ગેસ કનેક્શન મેળવનાર રાજ્યના આશરે 2.86 લાખ પરિવારોએ એક વર્ષ દરમિયાન એક પણ વખત ગેસ સિલિન્ડર રિફિલ કરાવ્યો નથી.
‘ગુજરાત સમાચાર’ના આ અહેવાલ બાદ રાજ્યમાં વધતી મોંઘવારી અને યોજનાની વાસ્તવિક અસરકારકતા અંગે ચર્ચાઓ તેજ બની છે. ગ્રામીણ અને ગરીબ પરિવારોની મહિલાઓને ચૂલાના હાનિકારક ધુમાડામાંથી મુક્તિ અપાવવા અને તેમના સ્વાસ્થ્યમાં સુધારો કરવાના ઉદ્દેશ્યથી કેન્દ્ર સરકાર દ્વારા ઉજ્જવલા યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ લાભાર્થીઓને મફત ગેસ કનેક્શન અને પ્રથમ સિલિન્ડર આપવામાં આવ્યા હતા. જોકે, વર્તમાન સમયમાં રાંધણ ગેસના સિલિન્ડરની કિંમત 1000 ની નજીક પહોંચી જતાં ગરીબ પરિવારો માટે નિયમિતપણે બાટલો ભરાવવો મુશ્કેલ બન્યો છે.
આર્થિક ભીંસ અને જીવનજરૂરી ચીજવસ્તુઓની કારમી મોંઘવારીને કારણે ગરીબ અને મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું છે. સ્થાનિક સ્તરે એવી સ્થિતિ જોવા મળી રહી છે કે ગેસ કનેક્શન હોવા છતાં, રિફિલિંગના ઊંચા ખર્ચને કારણે લોકો ફરીથી લાકડા, છાણાં અને કોલસા જેવા પરંપરાગત બળતણનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે. આંકડાકીય વિગતો સામે આવ્યા બાદ વિપક્ષ અને સામાજિક વર્ગો દ્વારા એવો સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે











