છોટાઉદેપુર: હાલમાં જ ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાંથી બ્રેકિંગ ન્યુઝ બહાર આવી રહ્યા છે કે સતત વરસી રહેલા વરસાદના પાણીના કારણે કવાંટ તાલુકા ખંડીબારાના રામી ડેમની સપાટી ભયજનક પર આવી ગયો છે જેને લઈને રામી ડેમની કવાંટ તાલુકા વિકાસ અધિકારીએ મુલાકાત લીધી.
જુઓ વિડીયો..
છોટાઉદેપુરના રિપોર્ટર નયનેશ તડવી છોટાઉદેપુર તડવી જણાવે છે કે રામી ડેમમાં 196.20 મીટર જેટલું પાણી ઓલરેડી ભરાઈ ચૂકયું છે અને સપાટી ભયજનક સ્થિતિમાં છે હાલમાં 196.35 મીટરે ઓવર ફલો થશે. ઓવર ફ્લો થવામાં 15 સેંટી મીટર બાકી છે તેથી રામી ડેમના 1. ખંડીબારા 2. ઝાલાવાંટ 3.મોટી સાંકળ 4. દેવત 5.વીજળી 6.ડેરી.7 વાંટા 8. ચિલીયાવાંટ નામના 8 ગામોને એલર્ટ કરવામાં આવ્યા.આજે રામી ડેમની કવાંટ તાલુકા વિકાસ અધિકારી હર્ષિત પટેલે મુલાકાત લીધી.











