વાંસદા: 07/07/2022 ના રોજ ડાંગ જીલ્લ્લામાં સુબીર તાલુકાના ટાંકલ પાડા અને ઉમરપાડાના આઠ યુવાનો પોલીસ કર્મચારી અને બે સિક્યુરિટી ગાર્ડ દ્વારા તેમની બેગ ચેક કરી અને તેમાંથી તેઓ દાડમ કાપવા માટે લઇ ગયેલ કાતર નીકળી આવતા આ તમામ ગરીબ મજુર આદિવાસીને તમે દાઉદ ગેન્ગના સભ્યો છો એમ આરોપી મૂકી ચોકીમાં લઇ જઈ કપડાં કાઢી ઢોર મે માર્યોને લઈને વાંસદા- ચીખલી તાલુકાના ધારાસભ્ય દ્વારા રાજ્ય ગૃહમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે.

પત્રમાં નોંધ્યા મુજબ સુબીર તાલુકાના 1. રંજીત રૂમસી જાદવ મુકરદમ 2. મોહન હીરામણ ચોહાણ ૩.ગણેશ ભોયે 4. શૈલેશ યસવંત વાઘમારે 5. હરેશ શિવા બરડે 6. રાહુલ જાણું પવાર ૭. કલપેશ યોગેશ ગાયકવાડ 8. રોહિત રજુ પવાર જેઓ બસ સ્ટેન્ડ બસ માટે રાત્રે રાહ જોઈ રહ્યા હતા ત્યારે ત્યાં હાજર એક પોલીસ કર્મચારી અને બે સિક્યુરિટી ગાર્ડ દ્વારા તેમની બેગ ચેક કરી અને તેમાંથી તેઓ દાડમ કાપવા માટે લઇ ગયેલ કાતર નીકળી આવતા આ તમામ ગરીબ મજુર આદિવાસીને તમે દાઉદ ગેન્ગના સભ્યો છો એમ આરોપી મૂકી ચોકીમાં લઇ જઈ કપડાં કાઢી ઢોર મે માર્યો હતો અને ત્યાના કેમેરા બંધ કરવી દીધેલ હતા અને પોતાના મોબાઈલમાં આ તમામ ઘટનાનો વીડિઓ શુટિંગ કરેલ હતો અને સાથે તેમના અન્ય મિત્રોને પણ વીડિઓ કોલ કરી બતાવી કહેતા હતા ક જુવો અમે દૌડ ગેન્ગના સભ્યો ને કેવા માર પાડીએ છીએ…અને તમામ મોબાઈલ પણ જપ્ત કરી લીધેલા અને આદિવાસી સમાજને શોભે નહી તેવી ગંદી ગંદી ગાળો આપી હતી અને આ બાબતે કોઈને કહેશો તો જન થી મારી નાખીશું તેવી ધમકીઓ આપી હતી અને ત્યાંથી જીવ બચાવી તમામ ગઈકાલે રાત્રે ઘરે આવી પહોંચ્યા હતા અને તબિયત વધુ બગડી જતા તારીખ 09/07/2022 ના રોજ આહવા sivil હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે

ત્યારે આ સમગ્ર ઘટના અતિનિંદનીય છે, આ ઘટનાને લીધે સમગ્ર આદિવાસી સમાજને ઠેસ પહોચી હોઈ આદિવાસીઓ સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. મારી આપશ્રીને વિનંતી છે કે આ ઘટનામાં સામેલ પોલીસ અધિકારીઓ પ્ર એટ્રોસિટીનો કેસ દાખલ કરી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરશો. જો તાત્કાલિક ધોરણે ઘટનામાં સંકળાયેલ પોલીસ અધિકારીઓ પર કાર્યવાહી નહી કરવામાં આવે તો સમગ્ર આદિવાસી સમાજ ઉગ્ર આંદોલન કરતા અચકાશે નહી.