ધરમપુર: છેલ્લા 5 દિવસથી ધરમપુર આદિવાસી વિસ્તારમાં વરસાદ ધડબડાટી બોલાવી રહ્યો છે ત્યારે ધરમપુરના  હનમતમાળ ગામના કાંજણવાડી ફળીયાનાં ગ્રામજનો વરસાદી પાણીના કારણે નદીમાં આવેલા ઘોડાપુરને લઈને મુશ્કેલીમાં મુકાયા હોવાનું સામે આવ્યું છે.

જુઓ વિડીયો…

Decision News સાથે વાત કરતા ગામના જાગૃત યુવાન સુનીલ માહલાનું કહેવું છે કે આ વરસાદી વાતાવરણના કારણે ખુબજ તકલીફો વેઠવી પડે છે, રોજ એક ટંકનું આશરે 400 લીટર દૂધ બગડે છે ત્રણ ચાર દિવસ થી લોકોએ દૂધ ભર્યું નથી, નદીમાં પુલ પરથી વહેણ ચાલુ થતાં રસ્તો બંધ થઈ જાય, કોઈ ઈમરજન્સી પ્રોબ્લેમ હોય તો માણસે જીવન પણ ટૂંકાવું પડે એવી પરિસ્થિતિ અમારા ગામલોકોની છે, આ પરિસ્થિતિનો સામનો ઘણા સમય થી આ ગામવાસીઓ કરી રહ્યા છે

આજે રાત્રી દરમિયાન પડેલા વરસાદી પાણીથી આ પુલ પણ ધોવાય ગયો છે, હજી ખબર નથી કે પુલ કેવી હાલત માં છે, વરસાદ ઓછો થાય અને પુલ પરનું પાણી ઓછું થાય તો જણાય કે પુલની પરિસ્થિતિ કેવી છે. એવી જ હાલત રહેશે તો ગ્રામજનો શું કરશે, એવી મુંઝવણમાં છે. દર ચોમાસમાં આ સમસ્યા નડે છે આ મુદ્દે અનેક વખત રજુવાતો પણ કરવામાં આવી છે પણ આ ધરમપુરની વહીવટીતંત્રએ હજુ સુધી આ સમસ્યા નિવારણના કોઈ પગલાં લીધા નથી.