પારડી: લાંચ લેનારા લોભિયા ક્યાંક ઓછા નથી આજે પારડી તાલુકાના વાઘછીપામાં આવેલી BOBમાં બાજપાઈ બેંકેબલ યોજનમાંથી કારની લોન મંજુર કરવા માટે બેંકરે 50 હજારની લાંચની માંગણી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
એવું જાણવા મળ્યું છે કે વાઘછીપા ગામમાં રહેતા એક શિક્ષિત બેરોજગાર વ્યક્તિએ ઇકો લેવા માટે શિક્ષિત બેરોજગાર યોજના હેઠા લાભાર્થીએ ઇકો કારની લોન માટે વલસાડ બાજપાઈ બેંકેબલ યોજના હેઠળ અરજી મૂકી હતી. વાઘછીપા બેંક ઓફ બરોડા શાખામાં ગઈ અને ત્યાં ફરજ બજાવતા બેંક મેનેજરે કારની લોન મંજુર કરવા રૂ. 50 હજારની લાંચની માંગણી લાભાર્થી પાસેથી કરી જેની ડીલ છેલ્લે 20 હજારમાં થઇ હતી
આજરોજ રૂ. 20 હજારમાં પટાવતનું કામ નક્કી કરાયું હતું પણ ગ્રાહક લાંચ આપવા માંગતો ન હોવાથી વલસાડ ACBની ટીમનો સંપર્ક કર્યો અને વલસાડ ACBની ટીમે છટકું ગોઠવી બેંકર અને તેના ફોલ્ડરને લાંચની રકમ લેતા ઝડપી પાડયા હતા.











