ચીખલી: આદિવાસી વિસ્તારોમાં જળ જંગલ જમીનને નુકશાન કરતી વિવિધ યોજનાનો આદિવાસી લોકો વિરોધ કરી રહ્યા છે ત્યારે ગતરોજ રાત્રે ચીખલી તાલુકાના સારવણી ગામે સુરત-નાસિક-અહમદનગર ગ્રીન ફિલ્ડ સ્ટ્રીચ પ્રોજેક્ટના વિરોધ બાબતે રાત્રી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું

Decision Newsને મળેલી માહિતી મુજબ આ મીટીંગમાં બધા જ આદિવાસી લોકોને એક જૂથ થઇ એક સાથે લડવાની વાત કરવામાં આવી અને 07 જુલાઈ 2022 ના રોજ નવસારી ખાતે સુરત નાસિક અહમદનગર ગ્રીન ફિલ્ડ સ્ટ્રીચ પ્રોજેક્ટ પ્રોજેક્ટ ના વિરુદ્ધ બાબતે મહા રેલીમા મોટી સંખ્યામાં જોડાવા માટે આહવાહન કરવામાં આવ્યું

આ પ્રસંગે સારવણી ગામના પ્રથમ નાગરિક હિતેશ ભાઈ, મહા રૂઢિગ્રામ સભાના અધ્યક્ષ રમેશભાઈ, ચિંતુંબાનો છાંયડો હોસ્પિટલના સંચાલક ડૉ. નીરવ પટેલ, ડૉ અનિલ પટેલ, હાઇવે પ્રોજેક્ટ સંઘર્ષ સમિતિ પ્રમુખશ્રી પિન્ટુભાઈ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતાં