તાપી: દક્ષિણ ગુજરાતમાં તાપી જિલ્લામાં આવેલ વિનય મંદિર વિદ્યાલય-કલમકુઇ, પ્રાથમિક શાળા-શિષોર સરકારી પ્રાથમિક શાળા-નાના કાકડકુવા, ગ્રામ સેવા સમાજ સંચાલિત કન્યા શાળા-બોરખાડીમાં, પ્રાથમિક શાળા- પીપળવાડા અને પ્રાથમિક શાળા બોરધામાં સ્વેટર, કુર્તી અને નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું.

જુઓ વિડીયો..

Decision Newsને મળેલી માહિતી મુજબ તાપીના સોનગઢ તાલુકાના કલમકુઇ ખાતે વિનય મંદિર વિદ્યાલય, કાકડકુવા ખાતે પ્રાથમિક શાળા અને બોરખાડી ખાતે કન્યા શાળામાં થાણે ડીસત્રિક્ટ વિમેન ફોર ચેંજ પ્રમુખ બિજલ જગડ, મહિન્દ્રા ભાઈ, વિજય ભાઈ હરિયા અને કિરીટ ભાઈ મોરવાડિયાના સહયોગથી ૧૦૦૦ નોટ બુકનું વિતરણ પ્રાથમિક શાળા – પિપલવાડા કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત વિનય મંદિર વિદ્યાલય-કલમકુઇ, પ્રાથમિક શાળા-શીશોર સરકારી પ્રાથમિક શાળા-નાના કાકડકુવા, ગ્રામ સેવા સમાજ સંચાલિત કન્યા શાળા-બોરખાડીમાં કુલ ૪૩૦ દીકરીઓ માટે કુર્તી વિતરણ કરવામાં આવ્યું હતું. અને ૭૦૦ સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય, વિદ્યાર્થી અને હાજર વાલીઓએ આભાર વક્ત કર્યો હતો.