ધરમપુર: આજરોજ સવારે ધરમપુર થી વાંસદા જતા રોડ પર માન નદીના પુલ પાસે મોટા ખાડાઓ પડી ગયેલ છે જે બાબતે સોશ્યલ મીડિયામાં મેસેજ કરતાં ખાડાઓ તાત્કાલિક પુરવા બાબતે ડેપ્યુટી એન્જીનીર દ્વારા પગલાં લેવામાં આવતા લોકો વચ્ચે અધિકારીની વાહવાહી દ્રશ્યો સર્જાયા હતા.
Decision Newsને મળતી માહિતી મુજબ દર વર્ષેની જેમ ચોમાસાની શરૂવાતમાં જ વાંસદા જતા રોડ પર માન નદીના પુલ પાસે મોટા ખાડાઓ પડી જતા હોય છે આ વર્ષે પણ આ સ્થિતિ ઉભી થઇ અને તેના વિડીયો અને ફોટોગ્રાફ્સ સોશ્યલ મીડિયામાં વાયરલ કરી જાણ કરાતા જવાબદાર અધિકારી ડેપ્યુટી એન્જીનીર આશિષ જે ચૌધરી તાત્કાલિક ધોરણે ખુબ પોતાની ટીમ સાથે માન નદીના પુલ પાસે રહીને તેમની દેખરેખ હેઠળ વ્યવસ્થિત રીતે સવારે ખાડા પુરવાની કામગીરી કરવાનું સુચન કર્યું હતું આ ઉપરાંત વાપી થી શામળાજી રોડ મંજુર હોઈ અને એનુ ટેન્ડર ઓનલાઇન થઇ ગયેલું હોઈની માહિતી આપી હતી.
યુવાપ્રિય નેતા કલ્પેશ પટેલ જણાવે છે કે હાલમાં માન નદીના પુલ પાસે મોટા ખાડાઓ પુરી જતાં વાંસદા ધરમપુરની મુસાફરી કરતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. લોકો અધિકારીની કામગીરીને વખાણી રહ્યા છે.