દક્ષિણ ગુજરાત: હાલમાં ચોમાસાની શરૂવાત થઇ ગઈ છે ત્યારે ગુજરાતના હવામાન ખાતાએ આગાહી કરી છે કે સોમવારથી ધોધમાર વરસાદ વરસશે જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ અને નવસારીમાં મૂશળધાર વરસાદ આવશે
હવામાન વિભાગના મતે આગામી 3 દિવસ તો સામાન્ય વરસાદ વરસશે પણ 3 દિવસ બાદ પવનની દિશા બદલાતા ધોધમાર વરસાદ વરસશે.ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ અને નવસારીમાં વરસાદના ઝાપટાં બહુ જોરદાર હશે.
જ્યારે ગુજરાતના ક્યાંક ક્યાંક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસવાની આગાહી કરવામા આવી છે. રાજકોટ જિલ્લાના દરેક તાલુકામાં કંટ્રોલ રુમ ઉભા કરાયા છે.











