વાંસદા: આજરોજ ઓનજીસી બરોડા ખાતે ફરજ બજાવતા શીતલ પટેલ દ્વારા વાંસદા તાલુકાની સરા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી અને શાળાના વિદ્યાર્થીઓને first aid training વિશે જણાવી માહિતગાર કરાયા હતા.

શીતલકુમાર એ જણાવ્યું હતું કે કોઈ પણ ઘટના ક્યારેય ઘટી શકે છે આવા સમયે પ્રાથમિક સારવાર વિશે સૌ લોકોએ માહિતીગાર હોવા જોઈએ જેથી કરીને કટોકટી સમયે આપણે કોઈને પણ મદદરૂપ થઈ શકીએ આ સંદર્ભમાં પોતાનો અનુભવ પણ વિદ્યાર્થીઓ સાથે શેર કર્યો હતો.

આપણે જાણીએ છીએ હવે આગની, પાણીની કે અન્ય કુદરતી આફત ગમે ત્યારે આવી શકે છે જેના કારણે આવા પ્રકારની તૈયારી રાખવી જરૂરી છે જે અનુસંધાને આ પ્રકારની ગામની શાળાઓમાં આ પ્રકારની માહિતી આપવાની કોશિશ કરવામાં આવી છે.