ધરમપુર: આજરોજ વલસાડના ધરમપુર તાલુકાના મોટીઢોલ ડુંગરી ગામમાં યોજાયેલી પ્રથમ ગ્રામસભામાં ગામ લોકોની ધરમપુર તાલુકાના વિકાસ અધિકારી સુભાષભાઈ ગાંવિત અને નાયબ TDO સાહેબશ્રી મહેન્દ્રભાઈ કોલા ઉપસ્થિત રહ્યા હતાં

Decision Newsને મળેલી માહિતી મુજબ TDO સાહેબશ્રી દ્વારા ગામના લોકો જન્મ મરણની નોંધણી અગે સમજણ, આયુષ્યમાન કાર્ડ, માં કાર્ડ, અંગે જરૂરી માહિતી અને ત્યાં આવેલ આરોગ્ય કર્મચારીઓને આ બાબતે જરૂરી સૂચન અને ત્યાં હાજર ગ્રામ સેવકશ્રીને જરૂરી સુચન,અને ગ્રામસભામાં કરવામાં આવતા ઠરાવનું મહત્વ જેવા અનેક બાબતો અંગે TDO સાહેબ શ્રી દ્વારા ગામના લોકો ને સમજણ આપવામાં આવી સાથે TDO સાહેબશ્રી દ્વારા મોટીઢોલ ડુંગરી ગ્રામ પંચાયતના મકાનનું ચાલી રહેલ બાંધકામનું નિરીક્ષણ કર્યું અને ચાલી રહેલ કામ વ્યવસ્થિત થાય એ અંગે ગામના લોકોને કાળજી રાખવા અંગે TDO સાહેબશ્રી દ્વારા સૂચન કરવામાં આવ્યું

આ પ્રસંગે તલાટી કમ મંત્રીશ્રી જયેશભાઈ પટેલ,ગામ ના ડેપ્યુટી સરપંચશ્રી વિલિયમ ભાઈ, ગામ પંચાયત ના સભ્યશ્રી મગનભાઈ પટેલ,ઉમેદભાઈ પટેલ, જયેશભાઇ પટેલ, તેજલબેન પટેલ, શારદાબેન પટેલ, અને ગામના વડીલો યુવાનો આંગણવાડીની બહેનો, આરોગ્ય શાખાના કર્મચારી મિત્રો, ગ્રામ સેવક,હાજર રહ્યા હતા.