કેવડીયા: સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સફાઈ કર્મચારીઓને છુટા કરવામાં આવ્યા છે તેમને આજે 12 દિવસથી વધુ સમય થયો છે. કેવડીયા SOU ની ઓફીસ સામે ફરી નોકરીએ રાખવાની માગ સાથે ધરણાં પર બેઠા હતા તેમના સમર્થનમાં અને આદિવાસી મહાસંમેલન અને રેલી ગતરોજ યોજાનાર હતી જેની મંજૂરી માંગવામાં આવી હતી પરંતુ SOU સત્તા મંડળ દ્વારા આ કાર્યક્રમની મંજૂરી આપવામાં આવી નહોતી જેથી આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો.
મહત્વનું છે કે, કાર્યક્રમની મંજૂરી આપવામાં નોહતી આવી અને કેવડીયા કોલોની વિસ્તારમાં આ કાર્યક્રમ ન થાય તેના માટે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને ધરણાં પર બેઠેલા કર્મચારીઓને હટાવી દેવામાં આવ્યા હતા. જેના વિરોધમાં આજે ગરૂડેશ્વર તાલુકા સેવાસદન ખાતે આવેદનપત્ર પાઠવ્યું.
જુઓ વિડીયો..
આવેદનમાં જણાવ્યા મુજબની માગણીઓ, નર્મદા વિસ્તાર એ અનુસૂચિ 5હેઠળ આવરી લેવામાં આવેલ છે જેમાં PESA Act કાનૂન આજ સરકાર દ્વારા 2017 માં અમલ કરવામાં આવ્યો જે મુજબ કોઈ પણ સરકારી અર્ધસકારી કે પ્રાઇવેટ પ્રોજેક્ટ લાવતા પહેલા ગ્રામ સભાની પૂર્વે મંજૂરી અનિવાર્ય છે. SOUમાં કામકરી રહેલા આદિવાસી ભાઈ બહેનોને છુટા કરવામાં આવ્યા છે તેઓને તરત જ નોકરીમાં કાયમી ધોરણે લઈ લેવામાં આવે. સ્થાનિક લોકોને રોજગારી મળી રહે અને કૌશલ્ય વર્ધન તાલીમ મળી રહે એ રીતનું આયોજન કરવામાં આવે. નર્મદા જિલ્લામાં 121 ગામોમાં જે ઇકો સેન્સેટીવ ઝોન સ્થાનિક લોકોના વિરોધ વચ્ચે પણ આ કાયદો રદ કરેલ નથી જે તાત્કાલિક રદ કરવામાં આવે. ખેતી ઉપર નિર્ભર એવા આદિવાસી સમાજની જમીન છીનવવામાં આવી તે પરત મૂળ માલિક ને સોંપવામાં આવે.
ડો પ્રફુલ વસાવાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર ઉપર પણ સવાલો ઉઠાવ્યા છે તેમણે જણાવ્યું હતું કે, હવે નર્મદા જિલ્લાની સરકારી કચેરીઓના નામ બદલી નાખવા જોઈ, નર્મદા જિલ્લા ભાજપ કલેકટર કચેરી, ગરૂડેશ્વર ભાજપ મામલતદાર કચેરી, કેવડીયા ભાજપ પોલિસ સ્ટેશનનું નામકરણ કરી દેવું જોઈએ.
વધુમાં જણાવ્યું છે કે, નર્મદા જિલ્લાની કચેરીઓ બંધારણીય રીતે નહીં કમલમનાં ઈશારે ચાલે છે. કેવડીયા બચાવો આંદોલન સમિતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે પોતાની જમીનોનું બલિદાન આપનારા આદિવાસીઓની માંગણી જો ગુજરાત ભાજપ સરકાર નહીં સ્વીકારે તો નર્મદા જિલ્લામાં અસહકાર આંદોલન શરૂ કરવાની ચિમકી ઉચ્ચારી છે. હવે જોવાનું રહ્યું કે, કેવડીયા વિસ્તારના લોકોની માંગણીઓ અને નોકરી માંથી છુટા કરેલ કર્મચારીઓએ પાછા નોકરી પર લેશે.!











