પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

વાંસદા-ચીખલી: ગુજરાતમાં 43 હજારથી વધુ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક શાળાઓ તેમજ 11,400થી વધુ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી હાઈસ્કૂલના સંકુલમાં 36 દિવસ બાદ વિદ્યાર્થીઓના શિક્ષણ પ્રવૃત્તિ સાથે જોડાશે.

ગુજરાતની શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન આજે 12મી જૂનને રવિવારના રોજ પૂર્ણ થાય છે જ્યારે 13મી જૂન એટલે કે આજથી સોમવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો જેમાં વર્ષ-2021-22નું શૈક્ષણિક સત્ર 20 એપ્રિલથી શરૂ કરવાની જોગવાઈ કરાઈ હતી.

પરંતુ કોરોના મહામારીના કારણે સ્કૂલોમાં પ્રત્યક્ષ શિક્ષણ ખોરવાયુ હોવાથી આ નિર્ણયનો અમલ થઈ શક્યો નહોતો. જેથી હવે આગામી વર્ષ-2023-24નું સત્ર એપ્રિલ માસથી શરૂ થઈ શકે છે. જોકે હજુ શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર આ અંગે કોઈ જાહેરાત કરી નથી.