નર્મદા: આજરોજ સાગબારા ખાતે કોંગ્રેસના વાંસદા અને ચીખલી ધારાસભ્ય અનંતભાઇ પટેલ નાંદોદ ધારાસભ્ય પી.ડી. વસાવા સાહેબની ઉપસ્થિતિમાં સાગબારા તાલુકાની જનતાને થતી સમસ્યા બાબતે જાહેર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

જુઓ વિડીયો..

લોકનેતા અનંત પટેલે જણાવ્યું કે સાગબારા તાલુકામાં જાતી દાખલ માટે આદિવાસીઓને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે.જે વિસ્તારમાં ડુપ્લીકેટ આદિવાસીઓએ બની રહ્યા છે ત્યાં અઘિકારીઓને દબાણ કરવાની જગ્યાએ આદિવાસી વિસ્તારમાં આધિકારિઓને દબાણ કરવામાં આવે છે, લોકો આંટા મારી મારીને થાકી જાય છે છતાં એમને જાતિ અંગેના દાખલા મળતા નથી. આ વિસ્તારમાં વિસ્થાપિતોનો જે પ્રશ્ન છે, યુવાન બેરોજગારીના પ્રશ્નો છે, શિક્ષણના ઘણા પ્રશ્નો છે. ત્યારે યુવાનોના પ્રશ્નો અને આદિવાસીઓના પ્રશ્નોનુ જો સરકાર વેહલી તકે નિરાકરણ નહિ લાવે છે આવનારા સમયમાં અમે રસ્તા રોકો અને ચક્કાજામ જેવા અનેક આંદોલનો થશેની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

આ બાબતે નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં નલ સે જલ યોજનામાં મોટો ભ્રષ્ટાચાર થયો છે એની તપાસ થવી જોઈએ.ભાજપ સરકાર આદિવાસીઓનું હિત નથી જોતી માત્ર આદિવાસીઓનો ઉપયોગ કરી રહી છે.