ગુજરાત: આપણી રોજબરોજની લાઈફમાં મોબાઇલ, કમ્પ્યુટર, ચાર્જર, હેડ ફોન જેવા ઉપકરણો મહત્વનો હિસ્સો બની ગયા છે. ત્યારે આવા ઉપકરણોની વેલેડીટી પૂરી થઇ જતાં તેનો યોગ્ય રીતે નીકાલ કરવામાં ન આવતાં ઈ-વેસ્ટ સર્જાય છે અને તેના કારણે તે આરોગ્ય સબંધી મોટું જોખમ સર્જે છે.
હાલમાં GSTVના એક અહેવાલમાં જણાવ્યા અનુસાર ઈ-વેસ્ટથી થઇ રહેલા પ્રદૂષણનો સતત વધારો ચિંતાજનક છે. ઈ-વેસ્ટની ગુજરાત સંદભે વાત કરીએ તો (ટનમાં) 2017-18 1298.561, 2018-19 3106.30.85, 2019-20 14185.54, 2020-21 104963. 8032 સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર ત્રણ વર્ષમાં 24.94 લાખ ટન ઈ વેસ્ટ સામે આવ્યો છે. જેમાંથી માત્ર 4.57 લાખ ટન ઈ વેસ્ટનો જ યોગ્ય રીતે નીકાલ કે રીસાયકલ થઇ શક્યું છે. આમ, 20 ટકાથી પણ ઈ વેસ્ટનો યોગ્ય રીતે નીકાલ થઇ શકે છે. બાકીનો 80 ટકા ઈ વેસ્ટ પૃથ્વી પ્રદૂષણના પ્રમાણમાં સતત વધારો કરે છે.
ઈ વેસ્ટના નિકાલ માટે કાર્યરત એક સંસ્થાના ચિરાગ વ્યાસે જણાવ્યું કે, ‘સમગ્ર દેશમાં હાલ દર વર્ષે 21 લાખ મેટ્રિક ટન ઈ વેસ્ટ થાય છે, આ પ્રમાણ 10 વર્ષ અગાઉ માંડ 1 ટનની આસપાસ હતું. સમગ્ર દેશમાંથી જ્યાં સૌથી વધુ ઈ વેસ્ટ થતું હોય તેવા ટોચના 10 રાજ્યોમાં ગુજરાત છે. આજથી થોડા વર્ષ અગાઉ અમારી પાસે સમગ્ર રાજ્યમાંથી માંડ 1 ટન ઈ વેસ્ટ આવતો હતો.જેની સરખામણીએ અમદાવાદમાંથી જ હાલ અમે દર મહિને સરેરાશ 3 ટન ડોમેસ્ટિક ઈ વેસ્ટ એકત્ર કરીએ છીએ. અમદાવાદમાંથી દર વર્ષે સરેરાશ 36 મેટ્રિક ટન ઈ વેસ્ટ એકત્ર કરવામાં આવે છે. માત્ર 18 ટકા ઈ વેસ્ટ યોગ્ય રીતે રીસાયકલ થાય છે. ઈ વેસ્ટનો યોગ્ય રીતે નિકાલ નહીં કરવાથી પ્રદૂષણની સાથે કેન્સર સહિતની બિમારીને નોતરું મળે છે. ઈ વેસ્ટના યોગ્ય નિકાલ માટે લોકોમાં જાગૃતિ ફેલાય તે જરૂરી છે.











