ડાંગ: આજે ધોરણ 12 બોર્ડ પરીક્ષાનુ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત બોર્ડની વેબસાઈડ પર રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ડાંગ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ 95.41 ટકા આવ્યું છે જ્યારે વડોદરા જિલ્લાનું સૌથી ઓછું પરિણામ 76.49 ટકા આવ્યું છે.
જો કેન્દ્રની વાત કરીએ તો સૌથી ઓછું પરિણામ ડભોઇ કેન્દ્રનું 56.43 ટકા આવ્યું છે. તો બીજી તરફ 100 ટકા પરિણામ લાવનાર 3 કેન્દ્ર છે જેમાં સુબીર, છાપી, અલારસાનો સમાવેશ થાય છે. 1 જ સ્કૂલનું 10 ટકા કરતા ઓછું પરિણામ આવ્યું છે. 1064 સ્કૂલોનું 100 ટકા પરિણામ આવ્યું છે.
આ વખતે વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓનું પરિણામ 4.56 ટકા વધારે આવ્યું છે. વિદ્યાર્થીઓનું પરિણામ- 84.67 ટકા આવ્યું છે જ્યારે વિદ્યાર્થીનિઓનું- 89.23 ટકા પરિણામ આવ્યું છે.











