કપરાડા: ગતરોજ કપરાડાના કાસદા ગામના યુવાન અને મહારાષ્ટ્રના ત્રંમ્બકેશવર હરસુલ ગામની સગીર યુવતી બંને એક વર્ષથી પ્રેમમાં હતા. એમના વચ્ચે ઘણી વખત શારીરિક સબંધ બંધાયાના કારણે સગીરાને ગર્ભ રહી જતા આ અંગે યુવતીએ પરિવારને જાણ કરતાં યુવક વિરુધ્ધ દુષ્કર્મ અને પોસ્કો હેઠળ ગુનો નોંધાયાની ઘટના સામે આવી છે.

નાસિકના ત્રંમ્બેકેશવર ગામ હરસુલ ગામની યુવતી કપરાડાના કાસદા ગામે મામાના ઘરે છેલ્લા એક વર્ષથી અવારનવાર મહેમાન બની આવતી હતી ત્યારે મામાની ઘરની બાજુમાં જ રહેતો યુવાન સુનિલ બાબુ સાથે મન મળી જતા એક વર્ષથી પ્રેમમાં હતા બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બધાંતા હતાં. જેના કારણે સગીરાને ગર્ભ રહી ગયો હતો. આ અંગે યુવકના પરિવાર દ્વારા છોકરીના પરિવારને જાણ કરી હતી.

હાલમાં કપરાડાના કાસદાના સુનિલ બાબુ વિરુદ્ધ દુષ્કર્મ થતા પોસ્કો હેઠળ ઝીરો નંબરથી FIR નોંધી આ ઘટનાની વધુ તપાસ કપરાડા પોલીસ કરી રહી છે.

Bookmark Now (0)