નવસારી: ભારતીય ટ્રાઇબલ પાર્ટીના આગેવાનો દ્વારા ભાજપના વડા મોદી અને કોંગ્રેસના વડા રાહુલને સમાજના પ્રશ્નોના નિરાકરણ કરાવવા રૂબરૂ મુલાકાત આપવા તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવે એવી માંગને લઈને આજે નવસારી ખાતે આવેદનપત્ર આપ્યું હતું.
જુઓ વિડીયો..
10 જુનના રોજ મોદી ચીખલીના ખુડવેલ ખાતે અને 12 જુનના રોજ વાંસદાના ચારણવાડા ખાતે રાહુલ ગાંધી આવી રહ્યા છે ત્યારે BTPના આગેવાનો આ બંને રાષ્ટ્રીય નેતા સાથે 10-10 મિનીટ આદિવાસી સમાજના પ્રશ્નો વિષે ચર્ચા કરવા ફાળવે એવી તંત્ર વ્યવસ્થા ઉભી કારે એવી માંગને લઈને આજે નવસારી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
પંકજ પટેલનું કહેવું છે કે આજે દેશને આઝાદી મળ્યાના વર્ષોના વીત્યા છતાં આદિવાસી સમાજના પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે રાજ કર્યું છે પણ સમાજના કોઈ પ્રશ્નો પર આ બંને પક્ષોએ ધ્યાન આપ્યું નથી અને ભવિષ્યમાં પણ આદિવાસી સમાજના પ્રશ્નોને હાલને લઈને કામ કરશે એવી અમને ખાતરી નથી ત્યારે અમે ભાજપના વડા મોદી અને કોંગ્રેસના વડા રાહુલ ગાંધી સાથે બેસીને સમાજના મુદ્દા પર ચર્ચા -વિચારણા કરવાની માંગ કરીએ છીએ.











