વાલોડ: આદિવાસી વિસ્તારમાં છેલ્લા થોડા વર્ષોમાં આપઘાતની ઘટના વધી રહી છે ત્યારે ગતરોજ તાપી જીલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામના એક વિદ્યાર્થી દ્વારા ધોરણ 10ની પરીક્ષામાં નાપાસ થવાનાં ભયથી નાસીપાસ થઈને નહેરમાં કુદી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે

વાલોડ પોલીસના જણાવ્યા અનુસાર બુહારી ગામમાં રહેતા હિંમતભાઈ મિસ્ત્રીનો પુત્ર મેહુલ કુમાર બુહારી હાઈસ્કુલમાં ભણે છે હાલમાં જ તેણે ધોરણ 10ની પરીક્ષા આપી હતી. મેહુલને ઘરેથી સિમેન્ટ લેવા માટે મોકલવામાં આવ્યો હતો પણ ઘણો સમય વીત્યા છતાં ઘરે પરત ન ફરતા ઘરના લોકોએ તપાસ કરતા ડોલવણ તાલુકાના બામળામાલદુરથી પસાર થતી નહેરમાંથી લાશ મળી આવી હતી.

ત્યાર બાદ આ ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસે લાશનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને મેહુલે આપઘાત કર્યો કે હત્યા થઇ તે વિષે શોધખોળ આદરી છે.