વડોદરા: રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતેથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ની સામે આવેલી એક તસવીર સોશિયલ મીડિયા પર અને કાર્યકર્તાઓમાં ભારે ચર્ચાનો વિષય બની છે. ચૈતર વસાવાની બોડી લેંગ્વેજ અને મક્કમતાને જોઈને તેમના સમર્થકો અને આદિવાસી સમાજમાં એક નવો ઉત્સાહ અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે.

વાયરલ થયેલી તસવીર અંગે કાર્યકર્તાઓ અને સમર્થકોનું કહેવું છે કે, ચૈતર વસાવાનું વ્યક્તિત્વ નિડર, મક્કમ, સ્વાભિમાની અને ખમીરવંતું છે. તેઓ કોઈ અંગત સ્વાર્થ માટે નહીં પરંતુ પોતાના સમાજ અને જનતાના હક-અધિકારની લડાઈ લડવા બદલ આજે જેલના સળિયા પાછળ છે. આ વિકટ પરિસ્થિતિમાં પણ તેમના પરિવારજનો અને તેઓ પોતે જે હિંમત બતાવી રહ્યા છે, તેને સમર્થકોએ સલામ પાઠવી છે.

કાર્યકર્તાઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, વર્તમાન સરકારની દમનકારી નીતિઓ કે તાનાશાહી ચૈતર વસાવા જેવા લોકનાયકને ક્યારેય ઝુકાવી કે ડરાવી શકશે નહીં. જેલમાંથી પણ તેમની મક્કમતા એ જ સંદેશ આપે છે કે સત્યનો અવાજ ક્યારેય દબાવી શકાતો નથી. ચૈતર વસાવાના સમર્થનમાં ઊભેલા યુવાનો અને નેતાઓએ આશા અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, આજે નહિ તો કાલે, આખરે સત્યની જ જીત થશે અને ચૈતર વસાવા ટુક સમયમાં જેલમાંથી બહાર આવીને ફરી લોકોના સેવામાં કાર્યરત થશે  


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here