વલસાડ: વાપી ખાતે આવેલા મોરાઈ ફાટક પાસે એક ભંગારના ગોડાઉનમાં તિરંગામાં ભંગાર બાંધેલી હાલતમાં મળી આવતાં તિરંગાનું અપમાન કારી દેશનું સ્વમાન ઘવાયાની ઘટના બહાર આવી છે આ મુદ્દે વાપી ટાઉન પોલીસને તાત્કાલિક ભંગારના ગોડાઉન ખાતે પહોંચી તપાસ હાથ ધરી હતી.
Decision Newsને મળેલી માહિતી મુજબ આ સિલ્કના કાપડમાં 15થી વધુ રાષ્ટ્રીય ધ્વજ, રામ ભગવાનની ચિત્ર સાથેના કાપડ અને મુસ્લિમ ધર્મના લખાણ વાળા કાપડમાં ભંગારના પોટલા ભંગારના ગોડાઉનમાંથી મળી આવ્યા હતા. આ ભંગારનું ગોડાઉન રિયાકત ખાનનું છે અને ભંગારના ગોડાઉન સંચાલકે સંતોષ નામના વ્યક્તિ પાસેથી છોટા હાથી ટેમ્પો ભરીને ભંગારનો સામાન ખરીદ્યો હોવાનું પોલીસને જાણવા મળ્યું છે પોલીસે ભંગાર ગોડાઉન સંચાલકની અટકાયત કરી છે. રાષ્ટ્રધ્વજ ભંગારમાં પડેલી હાલતમાં હોવાની વાત વાપી અને અજુબાજુના વિસ્તારોમાં ફેલાતા હિન્દૂ સંગઠનના આગેવાનો દોડી આવ્યા હતા.
વાપી ટાઉન પોલીસની ટીમ ઘટના પોહચી તપાસ કરતાં જોવા મળ્યું કે ભંગારના ખુલ્લા ગોડાઉનમાં 15થી વધુ તિરંગામાં પેપર અને કાપડનો ભંગાર બાંધેલો હતો. તથા શ્રી રામ ભગવાનની પ્રતિમા પ્રિન્ટ કરેલા કાપડ અને મુસ્લિમ ધર્મના ચિન્હ અને લખાણ વાડા કાપડમાંથી પણ ભંગારનો અલગ અલગ સામાન મળી આવ્યો હતો. હાલમાં ભંગાર ગોડાઉન સંચાલક રિયાકત ખાન પાસે ભંગારના ગોડાઉન ચલાવવાનું કોઈપણ લાયસન્સ ન હોવાથી વાપી પોલીસે FIR નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

