ડાંગ: આદિવાસી વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ખદબદી રહ્યો છે ત્યારે હાલમાં આહવા ગ્રામપંચાયત દ્વારા એલ્યુમિનિયમ હાઉસિંગ નંબર પ્લેટમાં લગાવવામાં લાખોનો ભ્રષ્ટાચાર થયો હોવાનું એક જાગૃત નાગરિકની RTI કરાવ્યાના કારણે સામે આવ્યું છે.

Decision News સાથે વાત કરતાં RTI કરનારા મનીષભાઈ મારકણા જણાવે છે કે આહવા નગરમાં થોડાક દિવસો અગાવ આહવા ગ્રામપંચાયત દ્વારા ઘરે ઘરે આવી નંબર પ્લેટ લગાવી લોકો પાસેથી પચાસ રૂપિયા ઉઘરાવામાં આવ્યા હતા તેમનું કહેવું કે આ બાબતે મેં RTI કરી તો આહવા TCM દ્વારા મને જણાવવામાં આવ્યું કે આ RTI ના એક પણ કોપી કે પ્રામાણિત નકલ નથી તો હું આ RTI નો જવાબ નહિ આપી શકું. તો તમે અપીલમાં જાવ ત્યાં હું જવાબ આપીશ પણ તમને હું કોઈ પણ જાતનો લેખિત હા કે ના નહિ આપી શકું.. આમ TCM દ્વારા RTI જેવા સક્ષમ કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.

આહવા ગ્રામ પંચાયત દ્વારા આહવા ગામના લોકો પાસેથી ઘર અને દુકાન દીઠ 50 રૂપિયા ઉઘરાવા આવેલ છે જો અંદાજે ઘર અને દુકાન મળીને ગણતરી માંડીએ તો 5000 ×50 હોઈ તો આહવા નગરની જનતા પાસેથી 250000 લાખની ઉઘરાણી કરેલ તો બધી બાબતનો TCM પાસેથી કોઈ પણ જાતનો જવાબ કે માહિતી મારી પાસે નથી  એનો મતલબ થાય કે આહવા ગ્રામ પંચાયત દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. લોકચર્ચા એવી છે કે આવા તો કેટલાં આહવા ગ્રામ પંચાયતમાં દ્વારા કેટલા કામોમાં કેટલો ભ્રષ્ટાચાર થતો હશે.