ખેરગામ: હાલમાં ગામોમાં જંગલી ભૂંડ ખેડૂતોના ખેતરમાં ઉભા પાકોને તો નુકસાન પોહચાડી જ રહ્યા છે પણ ગતરોજ ખેરગામમાં સાંજે વાડીમાં ચારો લેવા ગયેલી મહિલા ઉપર જંગલી ભૂંડોના ઝૂંડે હુમલો કરતાં ગંભીર ઇજાના કારણે મહિલાનું મૃત્યુ થયાની ઘટના સામે આવી છે.

સુત્રો પાસેથી મળેલી મહતી મુજબ ખેરગામના પટેલ ફળિયામાં રહેતી વિજયા અમૃત નાયકા નામની મહિલા ચારા માટે વાડીમાં  ગઈ હતી ત્યારે તેમના પર જંગલી ભૂંડોના ઝૂંડે હુમલો કરતાં તેઓ પગ અને શરીરના અન્ય ભાગે ખુબ જ ગંભીર રીતે ઘવાયા હતા. તેમને તાત્કાલિક ધોરણે ગણદેવી આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાયા હતા પરંતુ ત્યાં ના મહિલા ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

છેલ્લા ઘણાં સમયથી ભૂંડો દ્વારા નુકશાનને લઈને વનવિભાગને ફરિયાદો કરવા છતાં આ મુદ્દે કોઈ ખાસ ધ્યાન ન  આપવાના કારણે આજે એક મહિલાને પોતાના જીવ ખોવાનો વારો આવ્યો એમ કહેવામાં કશું જ ખોટું નથી. વનવિભાગ હવે આ મામલામાં શું પગલાં લે છે એ જોવું રહ્યું.