ધરમપુર: આજરોજ ધરમપુર તાલૂકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને મોટાભાગની ગ્રામ પંચાયતોના વિવિધ મુદ્દાઓની ચર્ચા માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામ પંચાયત ને લગતા વિવિધ કામો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું
Decision News મળેલી વિગતો અનુસાર આ મીટીંગમાં ગ્રામ પંચાયત ને લગતા વિવિધ કામો અંગે માર્ગદર્શન ધરમપુરમાં આવેલી SBI બેંકમાં જે ગ્રામ પંચાયતના ખાતા હોઈ તે બાબતે રજૂઆત કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે ધરમપુર તાલુકાના તલાટીશ્રીઓ સરપંચશ્રીઓ અને પ્રાથમિક શાળાના શિક્ષકો જે પંચાયતનું કામ કે સ્કૂલનું કામ લઇને જાય તો એમના માટે અલગ એક ટેબલની વ્યવસ્થા કરવામાં આવે એવી માંગણી મુકવામાં આવી છે (આ માંથી કોઈ પણ પોતાનું પર્સનલ કામ લઇને આવે તો જે બેંકના નિયમ મુજબ સામાન્ય માણસ ની સાથેજ કામ કરી આપો) જેથી ગામના લોકો હેરાન ના થાય.
આ બેઠકમાં TDO સાહેબશ્રી દ્વારા તમામ સરપંસશ્રીઓ અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓને સાથે રહીને ગ્રામ પંચાયતોની કામગીરી કરવામાં આવશે અને SBI બેંક સાથે પણ રજૂઆત બાબતે ચર્ચા કરવામાં આવશેની બાંહેધરી TDO સાહેબશ્રી આપી છે. આ મીટીંગમાં તાલુકા પંચાયતના S.O M. R.PATEL, S.O પ્રણવ ભાઈ, તલાટી કમ મંત્રીશ્રીઓ તાલુકા પંચાયતના અન્ય અધિકારીશ્રીઓ સરપંચશ્રી ઓ હાજર રહ્યા હતા.

