ધરમપુર: આજરોજ વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે તાલુકાના સરપંચસંઘના પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને સરપંચશ્રીઓ દ્વારા વિવિધ કામોની પ્રાંત સાહેબશ્રી ધરમપુર, એ.ટી.વી.ટી.વિભાગ ધરમપુર, તાલુકા વિકાસ અધિકારીશ્રી ધરમપુર, પાણી પુરવઠા ઓફીસ ધરમપુર ડેપો મેનેજરશ્રી ધરમપુર રજૂઆત કરવામાં આવી હતી.

Decision Newsને સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ પ્રસંગે ધરમપુર સરપંચ સંઘ પ્રમુખશ્રી ખારવેલ ગામના સરપંચશ્રી રાજેશ પટેલ, મહામંત્રી અને બામટી ગામના સરપંચશ્રી વિજયભાઈ પાનેરીયા, નાનીઢોલ ડુંગરી સરપંચશ્રી યોગેશ પટેલ, રાજપુરી તલાટ સરપંચશ્રી પ્રફુલ પટેલ, નડગધરી સરપંચશ્રી દિનેશભાઇ, સમરસ ગ્રામપંચાયત બારસોળ સરપંચશ્રી પ્રભાતભાઈ, મરઘમાળ સરપંચશ્રી રજનીકાંત, વિરવલ સરપંચશ્રી પ્રતીક પટેલ, મામાભાચા સરપંચશ્રી લીલાબેન, ભવાડા સરપંચશ્રી, સમસર ગ્રામપંચાયત મોટીઢોલ ડુંગરી સરપંચશ્રી, બોપી સરપંચશ્રી, મોહનાકાઉચાળી સરપંચશ્રી રશ્મિબેન, પીપલ પાડા સરપંચશ્રી સી.એમ. ચૌધરી, સોંદર સરપંચશ્રી ચિચઓઝર સરપંચશ્રી સંગીતા બારીયા, ભાભા સરપંચશ્રી કૌશિક પટેલ, ખાંડા સરપંચશ્રી જેસીંગ ચૌધરી, હાજર રહ્યા હતા.

મોટાભાગના ગામોના સરપંચો દ્વારા આ ચર્ચામાં ભાગ લીધો હતો અને આવનારા સમયમાં પોતાના ગામોમાં વોકાસની ઉત્કૃષ્ટ કામગીરી કરવાનો નિર્ધાર કર્યો હતો.