સુરત: સુરત ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટે સમગ્ર કેસને રેરેસ્ટ ઓફ ધ રેરેસ્ટ કેસ ગણાવ્યો હતો અને ફેનિલને ફાંસીની સજા ફટકારી છે. કોર્ટે જ્યારે સજા સંભળાવી ત્યારે ફેનિલના ચહેરા પર કોઇપણ પ્રકારનો ડર દેખાયા ન હતો આ દરમિયાન ગ્રીષ્માના પરિવારજનો પણ સજા સંભળાવતી વખતે હાજર હતા.

કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ રેરેસ્ટ માન્યો છે. આ કેસના ચુકાદાની શરૂવાત મનુસ્મૃતિના શ્લોકથી કરવામાં આવી હતી. જજે કહ્યું કે, દંડ દેવો સરળ નથી પણ આ રેરેસ્ટ ઓફ રેરેસ્ટ કેસ છે. આ કેસનો કોર્ટે 70 દિવસમાં ચૂકાદો સંભળાવ્યો. 2,500 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી. 120 જેટલા દસ્તાવેજી પુરાવા રજુ કરાયા હતા કેસને ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ ગણી ફેનીલને ફાંસીની સજા આરોપીના કૃત્ય અધમ અને અમાનવીય ગણાવ્યું.

આરોપીને મૃત્યુ દંડ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી એમ પણ કોર્ટે નોંધ્યું મનુસ્મૃતિના શ્લોકથી ચુકાદાની શરૂઆત કરતા જજે કહ્યું હતું કે, દંડ દેવો સરળ નથી, પણ આ રેરેસ્ટ ઓફ રેર કેસ છે સમગ્ર કેસ દરમિયાન જે વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો તેને મહત્વપૂર્ણ પૂરાવો કોર્ટે ગણ્યો છે અને તેને કારણે જ ફેનિલને ફાંસીની સજા સંભળાવાઇ છે.