વાપી: ગતરોજ વાપીના ડુંગરા સ્થિત હરિયા પાર્કની પાછળના ભાગે આવેલી દમણગંગા નદીમાં ત્રણ મિત્રો નહાવા માટે ગયા અને ત્રણ માંથી એક બાળક નદીમાં ડૂબી જતા ફાયરના લશ્કરોએ ચાર કલાક સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવા છતાં કોઈ પત્તો લાગ્યો નહતો.
દિવ્યભાસ્કરના અહેવાલ અનુસાર દમણગંગા નદીમાં નહાવા પડેલા ત્રણ માંથી બે બાળકને તરતાં આવડતું હોય તેઓ નદીમાંથી બહાર આવી ગયા હતા. જ્યારે 15 વર્ષીય મયુર ચંદકાન્ત પાટિલનો પગ લપસતા નદીના ઊંડાણના પ્રવાહમાં ખેંચાઇ ગયો હતો.
આ બનાવને લઈને બે બાળકો દ્વારા પોલીસને જાણ કરતા ડુંગરા પોલીસ અને ફાયર લાશ્કરની ટીમ બચાવ માટે પહોંચી અને લગભગ ત્રણથી ચાર કલાક સુધી શોધખોળ કર્યા પછી પણ મયુર પાટીલ નામના બાળકનો કોઇ ખબર મળી નથી.

