ખેરગામ: આજરોજ ખેરગામના સરસીયા ખાતે માનનીય કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ જીલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ રક્ષાબેન પટેલ પ્રાંતઅધિકારીશ્રી,મામલતદાર સાહેબશ્રી, ટીડીઓ સાહેબશ્રી અને આગેવાનોએ આગથી થયેલ નુકસાન વાળા ઘરની મુલાકાત લીધી હતી

Decision Newsને મળેલી માહિતી મુજબ ખેરગામ ખાતે મંત્રીશ્રીએ બંને નવા આવાસ બનાવી આપવાની ખાતરી આપી, તાત્કાલિક ધોરણે અધિકારીઓને જલદી થી ફોર્મ ભરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તાલુકા પંચાયત દ્વારા પણ જોગવાઈ અનુસાર સહાય આપવાની ખાતરી આપી હતી

આ ઉપરાંત ખેરગામ કોવિડ કેર સમિતિ દ્વારા પણ ૩૩૦૦૦/- રૂપિયાના ઘરવખરી સામાન આજે સહાય રૂપે પોહચાડી માનવતા મહેકાવી હતી.