ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં વિદ્યાર્થીઓના જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે ગાંધીનગરમાં GMERS મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રહીને MBBSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી 20 વર્ષની વિદ્યાર્થીએ હોસ્ટેલના ધાબા પરથી મૃત્યુની છલાંગ લગાવીની ઘટના સામે આવી છે.

ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી. આ દીકરીનું નામ આસ્થા સંજયભાઈ પંચાસર હોવાનું જાણવા મળ્યું છે. આસ્થા મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રૂમ નંબર 902માં રહેતી હતી. આજરોજ બીજા વર્ષની આસ્થાની રીપીટરની પરીક્ષા પણ હતી પોલીસને જાણવા મળી રહ્યું છે કે, બીજા વર્ષની પરીક્ષામાં આસ્થાને એટીકેટી આવી હતી. હાલમાં તે પરીક્ષા આપી રહી હતી. ગઈકાલે આસ્થાએ આપેલું પેપર ખૂબ જ ખરાબ ગયું હતું. પેપર ખરાબ ગયું તેથી આ આસ્થાએ પોતાના દાદા સાથે ફોન પર વાતચીત કરી હતી અને રડતી હતી

પોલીસને આસ્થાની રૂમમાંથી અંગ્રેજીમાં લખેલી સુસાઇડ નોટ મળી આવી છે. આસ્થાએ સુસાઇડ નોટમાં પોતાના માતા પિતા વિશે લખ્યું હતું. સુસાઇડ નોટમાં આસ્થાએ લખ્યું હતું કે, મમ્મી-પપ્પા, સોરી, ભણવાના લીધે હું આ પગલું ભરું છું. હું જાવ છું.