મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ ખુબ જ લોકપ્રિય બનેલી મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ ફિલ્મના અંતે પ્રેમલગ્ન કરનાર યુવક યુવતીને યુવતીના ભાઈ દ્વારા હત્યા કરવામાં આવે છે. બિલકુલ આબેહુબ ઓનર કિલિંગનો દ્રશ્યો ગુજરાતમાં ઉપલેટા વિસ્તારમાંથી બહાર આવ્યા છે.
મીડિયા રીપોર્ટ અનુસાર ગુજરાતના ઉપલેટામાં સવારે ડબલ મર્ડરની ઘટના બની હતી. જેમાં પ્રેમલગ્ન કરનાર યુવતીના ભાઈએ પોતાની બહેન અને બનેવી બંનેને રહેંસી નાંખ્યા. આ ઘટનાથી સ્થાનિકો હચમચી ઉઠયા તો બીજી બાજુ ડબર મર્ડરની ઘટનાથી ઉપલેટા પોલીસ પણ અંચબા પડી ગયા હતા.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, હીનાએ એક વર્ષ પહેલા અનિલ મહીડા એકબીજાના પ્રેમમાં હતા. હીના સગીર હતી અને અનિલ મહીડાની ઉંમર વધુ હતી. તેથી પરિવારજનોએ લગ્નનો વાંધો ઉઠાવ્યો હતો. હીનાના પરિવારજનોની પોલીસ ફરિયાદથી હીનાએ પોલીસ સ્ટેશનમાં જ ફિનાઈલ ગટગટાવ્યુ હતું. તેના બાદ હીનાએ અનિલ સાથે જ લગ્ન કરવાની જીદ પકડી હતી. પરિવારજનોની અનિચ્છા હોવા છતા છ મહિના પહેલા અનિલ અને હીનાએ લગ્ન કર્યા હતા. છ પહેલા હીનાની ઉંમર પૂરી થઈ જતા ઘરેથી અનિલ સાથે ભાગી ગઈ હતી અને તેની સાથે રહેતી હતી. જ્યારે 6 મહિનાથી પરિવાર હીનાની માહિતીથી અજાણ હતો. પણ હીનાના ભાઈને બાતમી મળી હતી કે, હીના અને અનિલ ઉપલેટામાં રહે છે. તેણે બહેન અને બનેવીને મારવાનો પ્લાન બનાવ્યો અને સવારે 11 વાગ્યે તેણે ઉપલેટા પહોંચી કુંભારવાડાના નાકે હીના અને અનિલને ભાઈ સુનિલે જાહેરમાં જ બંનેને ચાકુના આડેધડ ઘા મારીને પતાવી દીધા હતા.
![](https://decisionnews.in/wp-content/uploads/2021/07/adivasi-bank-add-change-1.gif)
![](https://decisionnews.in/wp-content/uploads/2021/02/Narsari-buttom_.gif)