આહવા: આજરોજ પ્રાઇવેટ સ્કૂલની ફી વધારો પાછો ખેંચવા તેમજ ડોનેશન પ્રથા બંધકરવા FRC કમિટીમાં વાલી સભ્યનો સમાવેશ સહીત અન્ય માંગણીઓ લઈને આમ આદમી પાર્ટી ડાંગ દ્વારા ડાંગ જીલ્લા કલેક્ટર સાહેબ મારફતે મુખ્યમંત્રીશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે શિક્ષણએ 21 મી સદીનું સૌથી જરૂરી અંગ છે. જેનાથી શ્રેષ્ઠ શિક્ષણ દ્વારા વ્યક્તિ, સમાજ, રાજ્ય કે દેશનો વિકાસ થતો હોય છે ત્યારે અત્યંત દૂખ સાથે કહેવું પડે છે કે, ગુજરાતમાં શિક્ષણ બેફામ વેપાર થઇ રહ્યો છે. ખાનગી શાળાઓની મનમાનીથી ગુજરાતનો વાલી લૂંટાઈ રહ્યો છે.

આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હી અને પંજાબમાં સરકારે ખાનગી શાળાના ફી વધારા ઉપર તેમજ ડોનેશન ઉપર શાળા દ્વારા પુસ્તકો કે યુનિફોર્મ, બુટ-મોજા ખરીદી બાબતે પ્રતિબંધ મુકાયો છે ત્યારે એવા સમયે પૈસાના અભાવે ગુજરાતના બાળકોનું શિક્ષણ ના બગડે તેમજ ગુજરાતના વાલીઓને રાહત મળે તે માટે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.