ગુજરાત: હાલમાં ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ચી.મં.ગ્રંથાલય દ્વારા ‘વિશ્વ પુસ્તક દિવસ’ નિમિત્તે તારીખ: 18 થી 23 એપ્રિલ, સોમવારથી શનિવાર સુધી, 11 થી 6 વાગ્યા સુધી પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં હજારો પુસ્તકો મુકવામાં આવ્યા છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ચી.મં.ગ્રંથાલય દ્વારા ‘વિશ્વ પુસ્તક દિવસ’ નિમિત્તે ગુજરાતી ભાષામાંથી અન્ય ભાષામાં અનુવાદ થયેલ હોય તેમજ અન્ય ભારતીય ભાષામાંથી ગુજરાતી ભાષામાં અનુવાદ થયેલ હોય એવા પુસ્તકો પ્રદર્શનમાં રાખવામાં આવેલ છે. આ પ્રદર્શન સૌ સાહિત્યપ્રેમીઓ માટે ખુલ્લું છે.
ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ચી.મં.ગ્રંથાલય આ પ્રકારનો કાર્યક્રમમાં ગ્રામિણ વિસ્તારોમાં પણ યોજે જેથી કરીને ગુજરાતી ભાષા અને લેખન ક્ષેત્રમાં આગળ વધવા માંગતી યુવાપેઢીને દિશા દોરી શકાય છે.
![](https://decisionnews.in/wp-content/uploads/2021/07/adivasi-bank-add-change-1.gif)
![](https://decisionnews.in/wp-content/uploads/2021/02/Narsari-buttom_.gif)